૧ મે ૧૯૬૦, ના ગુજરાત એક અલગ રાજ્ય તરીકે મહારાષ્ટ્ર માં થી છુટું પડ્યું અને એક યાત્રા શરુ થઇ... યાત્રા વિકાસ ની.. યાત્રા સંઘર્ષ ની.. યાત્રા પોતાની એક અલગ અમીટ છાપ ઉભી કરવાની.. યાત્રા એક અલગ રાજ્ય ની.. છેલા 52 વર્ષ દરમિયાન ગુજરાત એ ઘણી તડકી છાયડી જોયેલી છે. પણ હમેશા અડગ રહેવાની ક્ષમતા અને દરેક વિપત્તિ ને પણ વિકાસ માં બદલવાની એક આગવી છાપ ગુજરાત ધરાવે છે.
ગુજરાત ભૌગોલિક, સામાજિક અને રાજકીય રીતે સમગ્ર ભારત ની વિચારસરણી પર ગણો મોટો પ્રભાવ ધરાવે છે. ડિસેમ્બર ૨૦૧૨માં જયારે ગુજરાત ની વિધાનસભા ની ચુંટણી થવાની છે ત્યારે એક આમ ગુજરાતીની આ ચુંટણી વિષે તેમજ ગુજરાત ના ભવિષ્ય અંગે ની સમીક્ષા અહીં કરવા માં આવશે. આ બ્લોગ કોઈ પણ રાજકીય સંસ્થા કે પાર્ટી તરફી કે વિરોધી નથી.
આ વખતે ચુંટણી ખુબ જ રસપ્રદ બની રહેશે.. કારણ કે આ વખતે ગુજરાત ની ચુંટણી એ માત્ર ગુજરાત પુરતી સીમિત નથી પરંતુ સમગ્ર દેશ તેમજ દુનિયા ની નજર આ ચુંટણી પર મંડાયેલી છે. એક તરફ ગુજરાત ના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી પૂરી તૈયારી કરી રહ્યા છે કે તેઓ અને ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત ગુજરાત ની ધરા સંભાળે અને દિલ્હી તરફ આગળ વધે. જયારે બીજી તરફ કોંગ્રેસ પણ ૨૦૧૪ પહેલા પોતાની પ્રભુત્વ દેખાડવા માંગે છે. અને હવે ત્રીજી બાજુ ગુજરાત ના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ પણ પોતાની તાકાત દેખાડવા મેદાન માં આવ્યા છે ત્યારે આ ત્રિપાંખિયો જંગ ખુબ જ ઘર્ષણ પૂર્ણ બની રહે તેવા પુરા આસાર છે.

No comments:
Post a Comment