Tuesday, August 14, 2012

ગુજરાત ૨૦૦૨

ગુજરાત ની ૨૦૧૨ ની ચૂંટણી એ ખરેખર એક મહત્વ નો ભાગ બની રહેશે ભારત ના ઈતિહાસ નો પરંતુ આજે જયારે આપને ગુજરાત ની ૨૦૧૨ ની ચૂંટણી ની વાત કરીશું ત્યારે સૌથી પહેલા અંતીમ ૨ ચૂંટણી એટલે કે ૨૦૦૨ અને ૨૦૦૭ ની ચૂંટણી ની ચર્ચા કરવી ખુબ જ જરૂરી બને છે. કારણ કે આ બંને ચૂંટણી વખતે અમુક મુદ્દા એવા હતા કે જેને સમગ્ર ભારત ના રાજકારણ ને ઝકઝોળી નાખ્યું હતું અને ભારતીય રાજનીતિ એ એક નવું સ્વરૂપ ધારણ કર્યું હતું. તો ચાલો નિહાળીએ કેવી હતી આ ચૂંટણી? અને એવી કઈ બાબતો હતી કે જે આજે પણ એટલી જ જરૂરી છે અને કેટલીક વાત એવી પણ છે જે સંપૂર્ણ રીતે બદલાઈ ચુકી છે.

ગુજરાત ૨૦૦૨


ગુજરાત ની ૨૦૦૨ ની ચૂંટણી એ સમગ્ર ભારત ના રાજકારણ માટે એક લિટમસ ટેસ્ટ જેવી હતી. ગુજરાતમાં થયેલી આ વિધાનસભા ચૂંટણી તો તારીખ ૧૨ ડીસેમ્બેર ના યોજાઈ હતી પણ આ તારીખ કરતા વધારે આના પરિણામ પાછળ બે દિવસ વધુ જવાબદાર હતા. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ અને ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨. ગુજરાતના ઈતિહાસ માં આ બંને દિવસ હમેશા કાળા દિવસ તરીકે યાદ રાખશે. 


૨૦૦૧ માં આવેલા ભૂકંપ બાદ ભાજપ એ પોતાના મુખ્યમંત્રી બદલ્યા. કેશુભાઈ પટેલ પર લાગેલા ભ્રષ્ટાચાર ના આરોપ ના લીધે એમના સ્થાને  નરેન્દ્ર મોદી ને મુકવામાં આવ્યા.. વિધાનસભા ની ચૂંટણી વખતે ગોઝારા ભૂકંપ ને ૨ વર્ષ પણ પુરા નહોતા થયા. અને સમગ્ર ગુજરાત અને ખાસ કરી ને કચ્છ- સૌરાષ્ટ્ર ફરી પાછા પગભર થવાના પ્રયાસ કરતા હતા. ત્યારે આ ચૂંટણી માં આ બહુ જ મહત્વ નો મુદ્દો બની રહ્યો હતો. અને ભૂકંપ સમયે કોભાંડ કરી પૈસા ઘર ભેગા કરનાર વિધાયકો ને પ્રજા એ ઘર ભેગા કરી દેખાડ્યા હતા. કચ્છ માં ૬ માં થી ૪ સીટ ભારતીય જનતા પાર્ટી પાસે થી કોંગ્રેસ એ છીનવી લીધી હતી. ઉપરાંત અમરેલી અને સૌરાષ્ટ્ર ના બીજા ઘણા ભાગ માં પણ કોંગ્રેસ ને ફાયદો થયો હતો.

પરંતુ વિધાનસભા ની ચૂંટણી માં સૌથી મોટો મુદ્દો બની રહ્યો ગોધરા કાંડ અને ત્યાર બાદ થયેલી કોમી હિંસા. ગુજરાત એ દંગા નું એક ભયાનક રૂપ જોયું. જેમાં ખાસ કરી ને અમદાવાદ અને ગોધરા ખાસ રહ્યા. તત્કાલીન  પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈ એ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ને "રાજ્ય ધર્મ" નિભાવવાની નસીહત પણ આપી હતી. આ બહુ જ ભયાનક સમય હતો જયારે ગુજરાત ભડકે બળતું હતું અને મુખ્યમંત્રી આને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા. પરંતુ આ હિંસા નો રાજકીય ફાયદો મોદી ને મળ્યો. 

૧૫ મી ડીસેમ્બેર ૨૦૦૨ ના જાહેર થયેલા પરિણામ એ નરેન્દ્ર મોદી ને ગુજરાત રાજ્ય એ ૧૮૨ માં થી  ૧૨૬ સીટ આપી ભવ્ય વિજય અપાવ્યો. અને ફરી એક વાર ગુજરાત ના શાષક તરીકે આહ્વાન આપ્યું. આ એક નવા ગુજરાત ની શરૂઆત હતી. એક નવી પહેલ... એક નવી દિશા.. એક નવો વિશ્વાસ..

Thursday, August 9, 2012

Gujarat Election

૧ મે ૧૯૬૦, ના ગુજરાત એક અલગ રાજ્ય તરીકે મહારાષ્ટ્ર માં થી છુટું પડ્યું અને એક યાત્રા શરુ થઇ... યાત્રા વિકાસ ની.. યાત્રા સંઘર્ષ ની.. યાત્રા પોતાની એક અલગ અમીટ છાપ ઉભી કરવાની.. યાત્રા એક અલગ રાજ્ય ની.. છેલા 52 વર્ષ દરમિયાન ગુજરાત એ ઘણી તડકી છાયડી જોયેલી છે. પણ હમેશા અડગ રહેવાની ક્ષમતા અને દરેક વિપત્તિ ને પણ વિકાસ માં બદલવાની એક આગવી છાપ ગુજરાત ધરાવે  છે.


ગુજરાત ભૌગોલિક, સામાજિક અને રાજકીય રીતે સમગ્ર ભારત ની વિચારસરણી પર ગણો મોટો પ્રભાવ ધરાવે છે. ડિસેમ્બર ૨૦૧૨માં જયારે ગુજરાત ની વિધાનસભા ની ચુંટણી થવાની છે ત્યારે એક આમ ગુજરાતીની  આ ચુંટણી વિષે તેમજ ગુજરાત ના ભવિષ્ય અંગે ની સમીક્ષા અહીં કરવા માં આવશે. આ બ્લોગ કોઈ પણ રાજકીય સંસ્થા કે પાર્ટી તરફી કે વિરોધી નથી.


આ વખતે ચુંટણી ખુબ જ રસપ્રદ બની રહેશે.. કારણ કે આ વખતે ગુજરાત ની ચુંટણી એ માત્ર ગુજરાત પુરતી સીમિત નથી પરંતુ સમગ્ર દેશ તેમજ દુનિયા ની નજર આ ચુંટણી પર મંડાયેલી છે. એક તરફ ગુજરાત ના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી પૂરી તૈયારી કરી રહ્યા છે કે તેઓ અને ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત ગુજરાત ની ધરા સંભાળે અને દિલ્હી તરફ આગળ વધે. જયારે બીજી તરફ કોંગ્રેસ પણ ૨૦૧૪ પહેલા પોતાની પ્રભુત્વ દેખાડવા માંગે છે. અને હવે ત્રીજી બાજુ ગુજરાત ના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ પણ પોતાની તાકાત દેખાડવા મેદાન માં આવ્યા છે ત્યારે આ ત્રિપાંખિયો જંગ ખુબ જ ઘર્ષણ પૂર્ણ બની રહે તેવા પુરા આસાર છે.